સુરત : ફ્રાન્સના પ્રમુખની ટિપ્પણી બાદ ઉઠ્યો વિરોધનો સૂર, જાહેર માર્ગ પર પોસ્ટર લગાવીને મારી લાતો

સુરત : ફ્રાન્સના પ્રમુખની ટિપ્પણી બાદ ઉઠ્યો વિરોધનો સૂર, જાહેર માર્ગ પર પોસ્ટર લગાવીને મારી લાતો
New Update

ફ્રાન્સમાં ધાર્મિક કાર્ટૂનને ફ્રાન્સના પ્રમુખ દ્વારા અભિવ્યક્તિ અને કળા સ્વાતંત્ર્યની હિમાયત કરતા સુરત શહેરમાં ફ્રાન્સના પ્રમુખ વિરુદ્ધ લઘુમતી સમુદાયમાં રોષ જોવા મળ્યો છે. જેમાં જાહેર માર્ગ પર ફ્રાન્સના પ્રમુખનું પોસ્ટર લગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ધાર્મિક કાર્ટૂનના મુદ્દે ફ્રાન્સના પ્રમુખની ટિપ્પણી બાદ ભારતમાં પણ લઘુમતી સમુદાયમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. સુરત શહેરમાં સલાબતપુરા, લિંબાયત સહિતના અન્ય લઘુમતી વિસ્તારમાં જાહેર માર્ગ પર ફ્રાન્સના પ્રમુખનું પોસ્ટર લગાડી તેને લાતો મારીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગ પર ફ્રાન્સના પ્રમુખનું પોસ્ટર લાગાડી વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું હોવાની જાણ થતાં જ પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. જોકે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી પોલીસે પોસ્ટર અને બેનર દૂર કરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

#Protest #Surat #Emmanuel Macron #President of France #France #Surat News #Connect Gujarat News #Surat protest
Here are a few more articles:
Read the Next Article