/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/07205133/4-1.jpg)
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન, લેબ આસિસ્ટન્ટમાં વર્ગ -૩ કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને હાથમાં બેનરો સિવિલ કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ૧૯૬૭ અનુસાર પાંચ વર્ષના સમયગાળા માટે લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટમાં વર્ગ -૩ કર્મચારી તરીકે ફિક્સ પગારથી ૨૦૧૩ માં નિમણૂંક આપવામાં આવેલ હતી. સરકારના ૨૦૦૪ ના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષના કરાર કર્મચારીઓને પાંચ વર્ષ પૂર્ણ થતા કાયમી કર્મચારી તરીકે નિમણૂંક આપવામાં આવે છે. પરંતુ ઓજસ સીધી ભરતીના આશરે ૩૦૦ જેટલા લેબ ટેક્નિશિયન અને લેબ આસીસ્ટન્ટોને ફિક્સ પગારના પાંચ વર્ષ ઉપરાંત બીજા ૩ વર્ષ વીતવા છતાંય હજુ સુધી નિયમિત નિમણૂંક ના આદેશો થયેલ નથી.
આજ રોજ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટમાં વર્ગ -૩ કર્મચારીઓ ભેગા થયા હતા હાથમાં બેનરો લઇ નિમણૂક કરવાની માંગને લઇને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો આજ ભરતી હેઠળના જુ. ફાર્માસિસ્ટ તથા એક્સ રે ટેક્નિશિયન ને ૨૦૧૮ માં જ નિયમિત કરી દેવામાં આવેલા છે આ અંગે અમોએ ૨૦૧૮ બાદ વખતોવખત લેખિત તેમજ રૂબરૂ જઈ માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્ર સચિવ તથા અધિક નિયામક ને રજૂઆતો કરેલ છે.દરેક વખતે થઈ જશે ના આશ્વાસનો મળેલ છે પરંતુ હજુ સુઘી નિયમિત નિમણૂંકનો પ્રશ્ન હાલ થયેલ નથી કોરોનાની વૈશ્વિક મહામારીમાં સેમ્પલ લેવાની તથા રિપોર્ટિંગ ની કામગીરી દિવસ રાત લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક બજાવેલી છે. આટઆટલી કામગીરી કરવા છતાંય જો આરોગ્ય કર્મચારી તરીકે ૮ વર્ષ સુધી ફિક્સ પગાર માં કામ કરવું પડે અને ખાસ તો ૫ વર્ષ બાદ કોઈપણ રજા કે ભથ્થાના લાભ વિના એ ખુબ જ માનસિક અને આર્થિક તાણ છે
વિરોધ કરી રહેલા લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટમાં વર્ગ -૩ કર્મચારીઓ વેક્તિ કર્યું હતું લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટમાં વર્ગ -૩ કર્મચારીઓ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ હતી આવેદનપત્ર પાઠવી વિનંતી કરી હતી કે તારીખ -૧૦ તા -૧૭ -૦૫ -૨૦૨૧ સુધીમાં જો કોઈ સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં નહિ આવે તો તમામ કર્મચારીઓને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી આ કોરાનાકાળમાં અમારા હક્ક સારું કામગીરી સ્થગિત કરવાની ફરજ પડશે