/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/26193047/maxresdefault-376.jpg)
કાપડ નગરી સુરતમાં માંડ સામાન્ય થયેલો કાપડનો વેપાર ફરી કોરોનાના કારણે ઘટી રહ્યો છે બહારગામથી વેપારીઓનું સૂરત આવવાનું બંધ થતા કાપડની ડિસ્પેચિંગ ડિલિવરીમાં 30 ટકાનો ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું છે માર્ચ થી જૂન માસ સુધી કાપડ વેપાર માટે હોળી, લગ્નસરા અને ઇદની કાપડની ખરીદીની સિઝન રહેતી હોય છે.
પાછલા વર્ષમાં કારોનાના કારણે લોકડાઉન થતા કરોડો રૂપિયાની કાપડ માર્કેટને ખોટ વર્તાય હતી આ વખતે પણ કોરોનાના કેસ વધતા કાપડના વેપારને અસર થઈ છે. સ્થાનિક કાપડ વેપારી દિનેશ કટારિયાએ જણાવ્યું હતું કે 7 દિવસ કોરોન્ટાઇન રાખવાના નિયમ સહિત RTPCR ટેસ્ટની માંગણીના કારણે વેપારીઓ સુરત આવતા ગભરાય છે જરૂર પૂરતી ખરીદી ઓનલાઇન કરી લે છે જેના કારણે કાપડ વેપારને અસર થઈ છે માર્ચ જૂન દરમિયાન કાપડ ખરીદીની સિઝન હોય છે લગ્ન,હોળી, અન્ય પ્રસંગમાં વેપારીઓ સુરત ખરીદી કરવા આવતા હોય છે પણ આ વખતે કોરોનાના કારણે વેપારીઓ પણ ખરીદી માટે નહીં આવતા કાપડ વેપાર પર 30 ટકા અસર પડી છે