સુરત : ઉઘના વિસ્તારમાં આવેલી દેના બેંકમાં આગ, દસ્તાવેજો અને ફર્નિચર બળીને રાખ

New Update
સુરત : ઉઘના વિસ્તારમાં આવેલી દેના બેંકમાં આગ, દસ્તાવેજો અને ફર્નિચર બળીને રાખ

રાજયમાં ફાયર સેફટીનો કાયદાનું પાલન કરવામાં લોકો ઉણા ઉતર્યા હોય તેમ રાજયમાં એક પછી એક બની રહેલાં આગના બનાવો ઉપરથી લાગી રહયું છે. સુરત શહેરના ઉઘના વિસ્તારમાં આવેલી દેના બેંકમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી હતી.

સુરત શહેરના ઉધના ત્રણ રસ્તા ખાતે આવેલ દેના બેન્કમાં શુક્રવારના રોજ અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયરની ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાયટર્સએ પાણીનો મારો ચલાવી ગણતરીના મિનિટોમાં આગ પર કામો મેળવી લીધો હતો. આગનો બનાવ સવારે પોણા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. આગમાં બેંકનું ફર્નિચર, કોમ્પ્યુટર સહિત જરૂરી ડોક્યુમેન્ટ બળીને ખાખ થઇ ગયા હતાં. શોર્ટ સરકીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહયું છે.

Latest Stories