Connect Gujarat
Featured

સુરત : કુડસદ ગામે યુવકને ચપ્પુના ઘા ઝીંકી અજાણ્યા ઇસમોએ મોબાઇલની લૂંટ ચલાવી, પોલીસે તપાસ હાથ ધરી

સુરત : કુડસદ ગામે યુવકને ચપ્પુના ઘા ઝીંકી અજાણ્યા ઇસમોએ મોબાઇલની લૂંટ ચલાવી, પોલીસે તપાસ હાથ ધરી
X

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં એક યુવકને ચપ્પુના ઘા ઝીંકી અજાણ્યા ઇસમો મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આવેલ મુન્ના એજન્સી વિસ્તારમાં કેટલાક અજાણ્યા ઇસમોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં એક યુવકને પેટના ભાગે ચપ્પુના 2 ઘા ઝીંકી યુવક પાસે રહેલ મોબાઇલની લૂંટ ચલાવી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા, ત્યારે ગંભીર ઇજાના પગલે યુવક રસ્તા પર જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં જ કીમ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, કોરોના મહામારીના કારણે 108 એમ્બ્યુલન્સ સમયસર નહીં મળતાં ઇજાગ્રસ્ત યુવકને પોલીસ જીપમાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો, ત્યારે હાલ તો પોલીસે લૂંટની ઘટનાને અંજામ આપનાર અજાણ્યા ઇસમોને વહેલીતકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story