સુરત : કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ નવા કૃષિ બિલના ગણાવ્યાં ફાયદા

New Update
સુરત : કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ નવા કૃષિ બિલના ગણાવ્યાં ફાયદા

કેન્દ્ર સરકારે અમલમાં મુકેલા નવા કૃષિ બિલ સામે કોંગ્રેસ સહિતના વિપક્ષો વિરોધ કરી રહયાં છે ત્યારે સુરતની મુલાકાતે આવેલાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ બિલના કારણે ખેડુતો સમૃધ્ધ બનશે તેવો દાવો કર્યો છે. 

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રવિવારના રોજ સુરતની મુલાકાતે હતાં. તેમણે હજીરા ખાતેથી શરૂ થનારી રો- રો ફેરી સર્વિસની કામગીરી સહિતના પ્રોજેકટનું નિરિક્ષણ કર્યું હતું. સુરત ખાતે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના લોકો ખેડૂતોને ગુમરાહ કરી રહ્યાં છે. નવા કાયદાથી દેશ નો ખેડૂત સમૃદ્ધ બનશે.

ઇઝરાયેલની જેમ ખેડૂતોને અગાઉથી જ પાકની પુરતી કિંમત મળે તેવી જોગવાઈ છે કાયદામાં છે.ખેડૂતો પોતાનો માલ યોગ્ય લાગે ત્યાં વેચશે. વચેટીયા પ્રથા નાબૂદ કરવા માટે આ કાનૂન છે તેમજ કૃષિ સુધારા કાયદા થી કોઈ APMC બંધ નહીં થાય. આડતીયા અને વચેટીયા રાજ ખતમ થવાનું છે એટલે વિપક્ષો વિરોધ કરી રહયાં છે.

Latest Stories