સુરત : કોથમીરના વેપારી પર થયો જીવલેણ હુમલો, માફીયાઓએ કરી હતી રૂપિયા ૨૦ લાખની માંગ

New Update
સુરત : કોથમીરના વેપારી પર થયો જીવલેણ હુમલો, માફીયાઓએ કરી હતી રૂપિયા ૨૦ લાખની માંગ

સુરત કોથમીરના વેપારીને જાનથી મારી નાખવાની કોશિશ કરી રૂપિયા ૨૦ લાખની ખંડણી માંગ કરનાર માથાભારે વસીમ બીલ્લાની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે.

માથાભારે વસીમ બિલ્લા એન્ડ ટોળકી મુંબઈના અંધારી આલમના માફીયાઓની જેમ સુરતમાં કોથમીરના વેપારી યુસુફખાન હબીબખાન પઠાણ પાસેથી૨૦મી જુને રૂપિયા ૨૦ લાખની ખંડણી માંગી હતી. કારમાં આવેલા માથાભારે વસીમ બિલ્લાએ કોથમીરના વેપારીને ધમકી આપી હતી કે “દેખતા હું તુ કૈસે વેપાર કરતા હૈ, પુરા માર્કેટ બંધ કરવા દુગાં, ઓર દો તીન દીન મે બીસ લાખ તૈયાર રખના વરના તેરે કો જાન સે માર દુંગા”, આ ધમકી બાદ વેપારીએ લાખોની રકમ ન આપતા વસીમ બિલ્લા અને તેના સાગરિતોએ વેપારી ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય વેપારીઓ ત્યાં દોડી આવતા વેપારી યુસુફ પઠાણનો જીવ બચ્યો હતો.

આ અંગે વરાછા પોલીસે કોથમીરના વેપારીની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો હતો. વધુમાં લુખ્ખાગીરી કરતા વસીમ બીલ્લા ૧૦ જેટલા ગંભીર ગુનાઓમાં પકડાયેલો હતો અને હાલમાં વરાછાના ગુનામાં તે વોન્ટેડ હતો. સુરત ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ દેવેન્દ્નદાન ગઢવીએ બાતમીને આધારે કામરેજ ટોલનાકા પાસેથી શનિવારે દબોચી લીધો હતો.

Latest Stories