બૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ જવા રવાના

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર આ વખતે ખાસ હર ધર તિરંગા અભિયાન થકી દેશભરમાં ભક્તિનો માહોલ ઉભો કરી રહી છે.

New Update
બૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ જવા રવાના

સુરતથી અગિયાર યુવતીઓ બાઈક ઉપર નડાબેટ જવા નીકળી એક રાખી સૈનિકો કે નામ સાથે નીકળી યુવતીઓ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને નડાબેટ કચ્છ ખાતે પહોંચશે મેયરે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર આ વખતે ખાસ હર ધર તિરંગા અભિયાન થકી દેશભરમાં ભક્તિનો માહોલ ઉભો કરી રહી છે. ત્યારે સુરતની અગિયાર યુવતીઓ બાઈક ઉપર નડાબેટ જવા નીકળી છે અને એક રાખી સૈનિકો કે નામ સાથે નીકળી હતી. જેને યુવતીઓ ઇ બાઈકર્સ રેલીને સુરત મહાનગર પાલિકા મેયરે ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે યુવતીઓ સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને નડાબેટ કચ્છ ખાતે પહોંચવાની છે સાથે રસ્તામાં આવતા ગામો અને શહેરોમાં હર ઘર તિરંગાના ભાગરૂપે તિરંગાનું વિતરણ પણ કરશે અને દેશની સરહદની રક્ષા કરતા સૈનિકો સાથે અનોખી ઉજવણી કરશે.