સુરત : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગ’ની બેઠક યોજાય...

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠક યોજાય હતી. જેમાં દેશના અલગ અલગ શહેરના 44 જેટલા મેયર ઉપસ્થિત રહ્યા

New Update
  • રાંદેર વિસ્તારની ખાનગી હોટલમાં યોજાય વિશેષ બેઠક

  • ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠકનું આયોજન

  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • દેશના અલગ અલગ શહેરના 44 મેયર ઉપસ્થિત રહ્યા

  • સુરત પાસેથી ઘણું શીખવા મળ્યું : મેયરઇન્દોર (MP) 

સુરત શહેરના રાંદેર વિસ્તારની ખાનગી હોટલમાં ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેરના રાંદેર વિસ્તારની ખાનગી હોટલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠક યોજાય હતી. જેમાં દેશના અલગ અલગ શહેરના 44 જેટલા મેયર ઉપસ્થિત રહ્યા હતા. સુરતના મેયર દક્ષેશ માવાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શહેરની સ્વચ્છતાના અન્ય મેયરોએ વખાણ કર્યા હતા.

મધ્યપ્રદેશના ઇન્દોર અને સુરત હંમેશા એકબીજાના પ્રતિસ્પર્ધી રહ્યા છેત્યારે ઇન્દોરના મેયર પુષ્ય મિત્ર ભાર્ગવએ પણ સુરત પાસેથી ઘણું શીખવા મળ્યું છેતેમ જણાવ્યુ હતું. આ અવસરે સુરત મહાનગરપાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ 600 કરોડના મહત્વના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ 600 કરોડના પ્રકલ્પોમાં સુરત મહાનગરપાલિકાના 350 કરોડ અને અર્બન રિંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છેજે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે.

Latest Stories