સુરત : નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની અનોખી પહેલ,શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકે તે માટે ભગીરથ કાર્ય ઉપાડ્યું

શિક્ષકો શાળામાં ભણાવવાની સાથે-સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈ, હાથમાં માઈક અને પેમ્ફલેટ લઈને શ્રમજીવી પરિવારના લોકોને પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલવા માટે જાગૃત કરી રહ્યા છે.

New Update
  • સરકારી શાળાના શિક્ષકોનું ભગીરથ કાર્ય

  • શ્રમજીવી પરિવારના બાળકો માટે લીધું પગલું

  • ભણીને આત્મનિર્ભર બની શકે તે માટેના પ્રયત્નો

  • શિક્ષકો કરી રહ્યા છે પ્રશંસનીય કાર્ય 

  • શ્રમજીવી પરિવારના લોકોને કરી રહ્યા છે જાગૃત

  • માઈક અને પેમ્ફલેટ સાથે કરી રહ્યા છે પ્રચાર

  • બાળકોને સરકારી શાળામાં મોકલવા માટે કરી અપીલ 

સુરતના શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકેએ હેતુથી શિક્ષકો જાતે મેદાને ઉતરી આવ્યા છે. આ ભગીરથ કાર્ય સરકારી સ્કૂલના શિક્ષકો કરી રહ્યા છે. શાળામાં ભણાવવાની સાથે-સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈહાથમાં માઈક અને પેમ્ફલેટ લઈને શ્રમજીવી પરિવારના લોકોને પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલવા માટે જાગૃત કરી રહ્યા છે.

સુરતમાં કુલ 55 જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે. આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે. આ સુવિધાઓનો લાભ શ્રમજીવી પરિવારના બાળકો સુધી પહોંચી શકેએ માટે શાળાના આચાર્ય અને શિક્ષકો જાતે હાથમાં માઈક અને સ્પીકર લઈને પ્રચાર માટે નીકળ્યા છે.

સુરતમાં રોજગારી હેતુસર અનેક રાજ્યોમાંથી શ્રમજીવી પરિવારના લોકો આવીને વસવાટ કરે છે.ત્યારે આ બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે આજે શિક્ષણના ક્ષેત્રે એક અનોખું અભિયાન ચાલું છે. અહીંના સરકારી શાળાના શિક્ષકો માત્ર શાળાની ચાર દિવાલ વચ્ચે રહીને ભણાવતા નથીપરંતુ આજે પોતે જ મેદાને ઉતરીમાઈક હાથમાં લઈને શ્રમજીવી વિસ્તારોના ઘરે ઘરે જઈને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના સ્તુત્ય પ્રયાસો કરી રહ્યા છે.

શ્રમજીવી પરિવારના બાળકો ભણી શકે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકેએ મહત્વના હેતુ સાથે સુરતના સરકારી શિક્ષકો દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો અને આચાર્યો દ્વારા શાળામાં નિયમિત રીતે ભણાવવાની સાથે સાથે તેઓ દરરોજ સવારે કે સાંજે શ્રમજીવી વસાહતોમાં જઈ રહ્યા છેજ્યાં તેઓ હાથમાં માઈક અને પેમ્ફલેટ લઈને મરાઠી ભાષામાં જાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા છે.

સુરતની આ શાળાઓ સરકારી હોવાને કારણે તેમાં તદ્દન મફતમાં શિક્ષણ મળે છેસાથે-સાથે વિદ્યાર્થીઓને યુનિફોર્મપુસ્તકોનાસ્તો (મિડ-ડે મીલ)આરોગ્ય તપાસણીરમતગમતઅને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓની મફત સુવિધાઓ પણ મળી રહે છે.

Latest Stories