સુરત : ડીંડોલીની માનસી રેસિડેન્સીમાં પાણીની ટાંકી મહિલાના માથે પડી, મહિલાનો ચમત્કારિક બચાવ CCTVમાં કેદ

મકાનના બીજા માળે ટેરેસ પરથી ભંગારવાળાએ જૂની પાણીની ટાંકી ભંગારમાં આપી હોવાથી નીચે ફેંકી હતી, ત્યારે પાણીની ટાંકી મહિલાના માથા પર પડી હતી અને તેમા સમાય ગઈ હતી

New Update

ડીંડોલી વિસ્તારની માનસી રેસિડેન્સીની ઘટના

બીજા માળેથી પાણીની ટાંકી મહિલાના માથે પડી

ઘટનામાં મહિલાનો થયો ચમત્કારિક રીતે બચાવ

મહિલાને શરીરે એકપણ ઉઝરડો જોવા ન મળ્યો

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ થઈ રહ્યા છે વાયરલ

સુરત શહેરના ડીંડોલી વિસ્તારની માનસી રેસિડેન્સીમાં બીજા માળેથી પાણીની ટાંકી મહિલાના માથે પડતાં તેનો ચમત્કારિક રીતે બચાવ થયો હતોજોકે4 દિવસ પહેલા બનેલી ઘટનાના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

સુરતમાં છેલ્લા 2 દિવસથી એક ખૂબ જ ચમત્કારિક CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કેપાણીની ટાંકી બીજા માળેથી ફૂટબોલની જેમ ઉછળી નીચે ચાલીને જતી મહિલાના માથા પર પડે છે. આ ટાંકીમાં મહિલા સમાય જાય છે. જોકેઆ મહિલાને જરા પણ ઇજા પહોંચી નથીઅને તે પાણીની ટાંકીમાંથી બહાર નીકળે છે.

જોકેવાયરલ વીડિયો સુરતના ડીંડોલી વિસ્તારની માનસી રેસિડેન્સીનો હોવાનું સામે આવ્યું છે. માનસી રેસિડેન્સી વિભાગ-1માં ગત તા. 10મી ઓક્ટોબરના રોજ સવારના સમયે નવરાત્રિ નિમિત્તે માતાજીની આરતી થઈ હતી. ત્યાંથી પ્રસાદ લઈને મહિલા પોતાના ઘરે આવી હતી. જોકેઆ દરમિયાન મહિલા ઘરમાં પ્રવેશ કરવાના બદલે સામે ઘરે જવા માટે અચાનક જ રોડ પરથી પસાર થાય છે.

તેવામાં મકાનના બીજા માળે ટેરેસ પરથી ભંગારવાળાએ જૂની પાણીની ટાંકી ભંગારમાં આપી હોવાથી નીચે ફેંકી હતીત્યારે પાણીની ટાંકી મહિલાના માથા પર પડી હતી અને તેમા સમાય ગઈ હતી. મહિલાના માથા પર ટાંકી પડવા છતાં ઈજાગ્રસ્ત થઈ નહોતી. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

#viral video #Surat News #water tank #Surat Dindoli #water tanks #Surat Viral Video #Dindoli Viral Video
Here are a few more articles:
Read the Next Article