ગુજરાત પ્રવાસે આવેલા AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પર પથ્થરમારો થયો હોવાનો દાવો, વાંચો કોણે કર્યો આક્ષેપ

અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ઓવૈસી જે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રવાસે આવેલા AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પર પથ્થરમારો થયો હોવાનો દાવો, વાંચો કોણે કર્યો આક્ષેપ
New Update

અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન ઓવૈસી જે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ દાવો AIMIM નેતા વારિસ પઠાણે કર્યો છે.AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે જણાવ્યું કે, અસદુદ્દીન ઓવૈસી વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. આ ટ્રેન પર સુરતથી લગભગ 20-25 કિલોમીટર પહેલા પથ્થરમારો થયો હતો. તેમણે ટ્વીટ કરીને ઓવૈસીની મુલાકાતની માહિતી પણ આપી હતી.આ પહેલા અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ AAP અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને છોટા રિચાર્જ કહ્યું હતું. તેમણે કહ્યું, "કોરોના માટે તબલીગી જમાતને દોષી ઠેરવતા તેઓએ કહ્યું કે તેઓ ફેલાઈ ગયા છે. જ્યારે મામલો કોર્ટમાં ગયો તો કોર્ટે કહ્યું કે આ ખોટુ છે. દિલ્હીમાં રમખાણો થઈ રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ક્યાં હતા ? તેઓ રાજઘાટ પર મૌન ઉપવાસ કરી રહ્યા હતા.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #allegation #Surat #stone pelting #Asaduddin Owaisi #AIMIM Chief
Here are a few more articles:
Read the Next Article