સુરતમાં રોગચાળાએ માથું ઉંચકતા ભાજપના MLAના SMCની કામગીરી સામે પત્રથી ખળભળાટ

સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો વ્યાપ વધતાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો

New Update

સુરત ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર

ડેન્ગ્યુ અને મલેરિયાનો રોગચાળો અટકાવવા લખ્યો પત્ર

SMCના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી કરી રજૂઆત

રોગચાળાથી મૃત્યુ આંકમાં થઈ રહ્યો છે વધારો

હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી

બ્લડ બેંકમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી

SMCનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોવાના કાનાણીના આક્ષેપ 

સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો વ્યાપ વધતાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો,જેમાં તેઓએ SMCનું તંત્ર નિંદ્રાઘીન હોવાના આક્ષેપ કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. 
સુરત શહેરમાં મુશળધાર વરસાદની પરિસ્થિતિ બાદ હવે રોગચાળાની ગંભીર બાબત લોકો માટે ચિંતાનું કારણ બની છે.શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો ગ્રાફ વધવાના કારણે હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે જગ્યા પણ મળતી ન હોવાના ગંભીર આરોપ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ કર્યા હતા,કુમાર કાનાણીએ એક પત્ર મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને સંબોધીને લખ્યો હતો,જેમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં રોગચાળો વધી રહ્યો છે,દર્દીઓ મોતને ભેટી રહ્યા છે,તેમજ દર્દીને જરૂરિયાત સમયે બ્લડ પણ ન મળતું હોવાની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવી છે.મહાનગરપાલિકાનું તંત્ર નિંદ્રાવસ્થામાં છે અને લોકોના આરોગ્ય માટે જરૂરી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી,તંત્ર પોતાની નિંદ્રામાંથી જાગીને આળસ ખંખેરી લોકોના સ્વાસ્થ્ય માટે જાગૃત બને અને જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરે તેવી રજૂઆત કુમાર કાનાણીએ પત્ર દ્વારા કરી હતી.વધુમાં મહાનગરપાલિકાનુ તંત્ર માત્ર એ.સી. ચેમ્બરમાં બેસી કાગળ પર કામગીરી કરવાને બદલે શહેરમાં રોગચાળો તેમજ મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે દવાનો છંટકાવ સહિતની જરૂરી કામગીરી કરે તેવી રજૂઆત પણ કુમાર કાનાણીએ કરી હતી.  
Read the Next Article

સુરત : સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં મળ્યો પહેલો ક્રમ,પાલિકા તંત્ર અને સફાઈ કર્મીઓમાં ખુશી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.

New Update
  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત અવ્વલ નંબરે

  • કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે મેળવ્યું સ્થાન

  • રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો એવોર્ડ કાર્યક્રમ

  • સ્વચ્છ સુપર લીગમાં સુરતને મળ્યું સ્થાન

  • મનપાના અધિકારીઓ અને સફાઈકર્મીઓએ કરી ઉજવણી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.

દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના ત્રણ શહેરનો સમાવેશ થયો છે. જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો.

આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળતા આ ખુશીની પળને મહાનગરપાલિકાના હોદ્દેદારો,સત્તાધીશો અને સફાઈકર્મીઓ દ્વારા મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી.