ગાયને પોતાનું ધન માનતા સુરતના જીવદયા પ્રેમીઓએ ધન તેરસ નિમિત્તે ગૌ પૂજન થકી અનોખી રીતે ઉજવણી કરી...

ગાયને પોતાનું ધન માનતા સુરત શહેરના જીવદયા પ્રેમીઓ દ્વારા ધન તેરસના પાવન અવસરે ગૌ પૂજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

author-image
By Connect Gujarat Desk
New Update

ધન તેરસ નિમિત્તે લોકો દેયરા ધન અને ચોપડાનું પૂજન

પરંપરા મુજબ ધન તેરસે ગૌ પૂજનનું પણ અનેરું મહત્વ

ગાયને પોતાનું ધન માનતા સુરતના જીવદયા પ્રેમીઓ

જીવદયા પ્રેમીઓએ ગૌ પૂજન થકી કરી વિશેષ ઉજવણી

ગાય માટેરખડતા ઢોર” ઉચ્ચારણ અયોગ્ય : જીવદયા પ્રેમી

ગાયને પોતાનું ધન માનતા સુરત શહેરના જીવદયા પ્રેમીઓ દ્વારા ધન તેરસના પાવન અવસરે ગૌ પૂજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સમુદ્રમંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. આથી આ દિવસને ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે. ધન તેરસના પાવન અવસરે લોકો ધન તેમજ ચોપડાનું પૂજન કરતા હોય છેત્યારે જૂની પરંપરા મુજબ ધન તેરસના દિવસે ગૌ પૂજનનું પણ અનેરું મહત્વ રહ્યું છે. અગાઉના વર્ષોમાં ગાય આધારિત ખેતી હતી. જેને લઈને લોકો ગાયને પોતાનું ધન માનતા હતાઅને ધન તેરસના દિવસે ગૌ પૂજન કરતા હતાત્યારે સુરતના પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ નીતિન ભજીયાવાલાએ આ પરંપરા વર્ષોથી જાળવી રાખી છે. તેઓએ પોતાના પરિવાર સાથે ગૌ પૂજન કરી લોકોને પણ ગાયનું મહત્વ સમજાવ્યું હતું. તો બીજી તરફરાજસ્થાન સરકારે ગાય બાબતે અપમાનજનક શબ્દ નહીં ઉચ્ચારવાનો જે નિર્ણય કર્યો છેતેને પણ તેઓએ યોગ્ય ઠેરવ્યો હતો. જે રીતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને રેસીડેન્સીયલ ઝોન હોય છેતે રીતે સરકાર ગાય માટે પણ એક ઝોન બહાર પાડે તેવી માંગણી કરી હતી. ગાય માટે રખડતા ઢોરના શબ્દનું ઉચ્ચારણ અયોગ્ય છેતેવું પણ નીતિન ભજીયાવાલાએ જણાવ્યું હતું.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.