CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ
નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોન્ચિંગ
સુરત શહેર 2000થી વધુ કેમેરાથી સજ્જ
ગાંધીનગરથી 709 જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ
ગુજરાતના 34 જિલ્લાનું થશે મોનીટરીંગ
સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ કમિશનર કચેરી ખાતેના CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'નેત્રમ'નું અપગ્રેડેડ વર્ઝનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ કમિશનર કચેરી ખાતેના CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'નેત્રમ'નું અપગ્રેડેડ વર્ઝનનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અત્યાધુનિક અને અપગ્રેડ કરાયેલા 'નેત્રમ' CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અપગ્રેડેશન સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થામાં એક મોટું અને મહત્ત્વનું પગલું છે.
સુરત શહેર હવે 1450થી વધુ CCTV કેમેરાની સતત નિગરાની હેઠળ છે. આ કેમેરાઓ શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખશે, જેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવી શક્ય બનશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સુરતના 709 જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ હવે ગાંધીનગર ખાતેના રાજ્ય સ્તરના 'ત્રિનેત્રમ' CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ થઈ શકશે.
સુરત પોલીસના હાલના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને સેન્ટ્રલાઇઝ કરીને 'નેત્રમ'ની રચના કરવામાં આવી છે. અહીં બોડી વોર્ન (Body Worn) 3 કેમેરાનું લાઈવ મોનીટરીંગ કરવાની સુવિધા સજ્જ કરાઇ છે. કંટ્રોલ રૂમના તમામ વોલ્સ તથા ડિસ્પ્લે સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેથી શહેરના વિવિધ વિસ્તારોનું વધુ સ્પષ્ટ અને રિયલટાઈમ મોનીટરીંગ શક્ય બન્યું છે.
શહેર પોલીસને કુલ 1460 CCTV કેમેરા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 1333 કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, અને તેમાંનાં હાલ 709 કેમેરા કાર્યરત છે. આ કેમેરા શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ ઝોનમાં લગાવવામાં આવ્યા છે, જેના થકી સલામતી વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત થશે.