સુરત : રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે જાહેર કરેલી સહાયથી અસંતોષ, ડાયમંડ વર્કર યુનિયને સીએમને લખ્યો પત્ર

રત્નકલાકારો બેરોજગાર બનતા આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે,તો રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર કરવામાં આવતા ડાયમંડ વર્કર યુનિયને અસંતોષ વ્યક્ત કર્યો

New Update
  • હીરા ઉદ્યોગ મંદીની બીમારીમાં સપડાયો

  • રત્નકલાકારોની હાલત બની કફોડી

  • રત્નકલાકારોમાં આપઘાતની ઘટનાઓમાં વધારો

  • રાજ્ય સરકારે જાહેર કરી છે આર્થિક સહાય

  • ડાયમંડ વર્કર યુનિયનમાં જોવા મળ્યો અસંતોષ

  • સીએમને પત્ર લખીને સહાયમાં સુધારો કરવા કરી માંગ      

સુરતમાં હીરા ઉદ્યોગ મંદીનાં મારથી બીમારીમાં સપડાયો છે,જેના કારણે રત્નકલાકારોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે.અને રત્નકલાકારો બેરોજગાર બનતા આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે,તો રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર કરવામાં આવતા ડાયમંડ વર્કર યુનિયને અસંતોષ વ્યક્ત કર્યો છે.

સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને પગાર પણ ઘટીને અડધા થઈ ગયા છે.જેના કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સરકારે બેરોજગાર રત્નકલાકારોના બાળકોની 13,500 રૂપિયા શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી છે. હીરા ઉદ્યોગમાં મંદીની અસરથી કોઈ રત્નકલાકાર બાકી નથી ત્યારે સંપૂર્ણ બેરોજગાર રત્નકલાકારની સાથે જે અર્ધ બેરોજગાર રત્નકલાકારો કે જેના પગાર ઘટીને અડધા થઈ ગયા છે. તેમના બાળકોની શિક્ષણ ફી ભરવામાં સરકાર મદદ કરે તથા 13,500ની ફી મર્યાદા નક્કી કરવામાં આવી તેને બદલે સંપૂર્ણ ફી ભરવામાં આવે એવી માંગણી ડાયમંડ વર્કર યુનિયને કરી છે.

વધુમાં જિલ્લા સ્તરે કલેક્ટરની અધ્યક્ષતામાં જે કમિટી બને તેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના સયુંકત નિયામકને પણ સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. યોજનાની અમલવારી માટે રાજ્ય સ્તરે તથા જિલ્લા અને તાલુકા સ્તરની કમિટીમાં રત્નકલાકારોના પ્રતિનિધિને સામેલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. 

Latest Stories