Connect Gujarat
સુરત 

નશાના કા'રોબારનો પર્દાફાશ : મુંબઈથી સુરત લવાતા રૂ. 60 લાખના MD ડ્રગ્સ સાથે 4 ઇસમોની અટકાયત...

સુરત SOG પોલીસે સચિન વિસ્તારમાંથી 60 લાખ રૂપિયાના 600 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

સુરત SOG પોલીસે સચિન વિસ્તારમાંથી 60 લાખ રૂપિયાના 600 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચાલતા નશાના કાળા કારોબારનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. દિવાળીના તહેવાર દરમ્યાન સુરત SOGએ ચોક્કસ બાતમીના આધારે રાત્રે 3 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું છે. સચિન વિસ્તારમાંથી 600 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4 ઇસમોની અટકાયત કરી છે. આ MD ડ્રગ્સની કિંમત આશરે 60 લાખ રૂપિયા જેટલી થવા જઈ રહી છે. પોલીસ તપાસમાં ચારેય ઇસમો આ ડ્રગ્સ મુંબઈથી સુરત લાવી રહ્યા હોવાનું જણાવ્યુ હતું. જોકે, SOG પોલીસ દ્વારા આ મામલે વધુ વિગતો તપાસવામાં આવી રહી છે.

Next Story
Share it