મહિધરપુરામાં વૃદ્ધના આપઘાતનો મામલો
બે શખ્સોના ત્રાસથી વૃદ્ધે કર્યો આપઘાત
દારૂનો વેપલો કરતા બે શખ્સોનો ત્રાસ
પોલીસે બે શખ્સોની કરી ધરપકડ
બંને આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ
સુરતના મહિધરપુરામાં એક વૃદ્ધે દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી,પોલીસે આ ઘટનામાં દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરીને બે શખ્સોની ધરપકડ કરી હતી.
સુરતના મહિધરપુરામાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં એક વૃદ્ધે દારૂના વેપલા સાથે સંકળાયેલા શખ્સોના સંબંધીઓને SMCમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા 22 લાખ લીધા હતા,અને આ રૂપિયા અન્ય કોઈ વ્યક્તિએ SMCમાં નોકરીના બહાને વૃદ્ધ પાસેથી પડાવી લીધા હતા.આ બાબતે વૃદ્ધ સાથે માથાકૂટ થઇ હતી,અને વૃદ્ધે આખરે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું.
ઘટનામાં પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને દારૂના ધંધામાં લિસ્ટેડ અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને પરિમલ જરીવાળાની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં પરિમલ અગાઉ એક ગુનામાં પકડાયો હતો,જ્યારે અશોક રાણા 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે.અને ત્રણ વખત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.