New Update
સુરતમાં SMCનો નકલી કર્મચારીનો રોફ
FSSAIનું બોગસ લાયસન્સ આપતા હતા
બે યુવતીઓ પણ આ કાર્યમાં હતી સક્રિય
વેપારીઓ સામે રોફ ઝાડીને નાણા પડાવતા
પોલીસે ટોળકીની કરી ધરપકડ
સુરત શહેરમાં સરથાણા પોલીસે નકલી SMC કર્મચારી સાથે બે યુવતીઓને ઝડપી લીધી છે.પોતાને વકીલ ગણાવતો રોહનગીરી ગોસ્વામી નામનો શખ્સ SMC કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢી આપતો હતો.
સુરત શહેરમાંથી સરથાણા પોલીસે SMCના કર્મચારીની ઓળખ આપીને વેપારીઓને લૂંટવાનો કારસો રચવામાં આવ્યો હતો,અને રોહનગીરી ગોસ્વામી દ્વારા આ કામ માટે તેણે બે યુવતીને પણ નોકરી પર રાખી હતી. છેલ્લા એક વર્ષમાં 350થી વધુ FSSAIના બોગસ લાયસન્સ કાઢી આપ્યા હતા.એક લાયસન્સના રૂપિયા 2600 થી વધુ પડાવતા હતા. અને અત્યાર સુધીમાં 9 લાખ 10 હજાર રૂપિયા આ ભેજાબાજે ખિસ્સામાં ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ મામલે સરથાણા પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખાણીપાણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ ખાદ્ય સુરક્ષા અંગેનું FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે. ત્યારે આ ટોળકી આવા લાયસન્સ સ્થળ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી હતી.અને અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવ્યાં હતાં.આ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ત્યારે લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખધંધો ચલાવતા હતા.વધુમાં SMCના કર્મચારી પહેરે તેવો ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઉભી કરી રોહનગીરીએ કામ પર રાખેલી બે યુવતીઓ SMCના કર્મચારી પહેરે તેવો આછા ભૂરા રંગનો ડ્રેસ પહેરી ખોટી ઓળખ ઉભી કરી દુકાનદારોને મળી FSSAIનું લાયસન્સ કઢાવી આપતી હતી.સરથાણા પોલીસે ભેજાબાજ ટોળકીને દબોચી લઈને વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories