સુરત : બાળકોના ઝઘડામાં સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર ચપ્પુથી હુમલો, ઘાયલ પુત્રનું મોત, ઇજાગ્રસ્ત પિતા સારવાર હેઠળ...

સુરતના અમરોલીના કોસાડ આવાસમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં પડોશીઓએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું

New Update
  • અમરોલી કોસાડ આવાસ H-1 નજીક ખૂની ખેલ ખેલાયો

  • નજીવી બાબતે પિતા-પુત્ર પર 4 લોકોનો જીવલેણ હુમલો

  • ઘાયલ પુત્રનું મોત થયુંઇજાગ્રસ્ત પિતા સારવાર હેઠળ

  • પોલીસે હત્યારાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

  • આરોપીઓને કડક સજા થાય તેવી મૃતક પરિવારની માંગ 

સુરતના અમરોલીના કોસાડ આવાસમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં પડોશીઓએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતુંજ્યારે ગંભીર રીતે ઘાયલ પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસારસુરત શહેરના અમરોલી વિસ્તારના કોસાડ આવાસના H-1 બ્લોકમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ મામલો થાળે પાડવા અને પડોશીઓને સમજાવવા માટે 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા ગયા હતા. જોકેઉશ્કેરાયેલા સામા પક્ષના લોકોએ પિતા-પુત્ર ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો.

આ હુમલામાં ફરીદ બંબાવાલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતીત્યારે ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતોપરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. તો બીજી તરફપુત્રને બચાવવા ગયેલા પિતા ઉપર પણ ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ પિતા હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

આ તરફજુવાન દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતા જ અમરોલી પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છેજ્યારે વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Latest Stories