સુરત : અમરોલી પોલીસ સ્ટેશનમાં સસરાએ ચપ્પુ વડે જમાઈ પર કર્યો હુમલો,દીકરી ગર્ભવતી થતા પિતાને મંજૂર નહોતું

અમરોલી પોલીસ મથકમાં જ જીવલેણ હુમલાની ઘટનાને પગલે પોલીસ કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. અને ઈજાગ્રસ્ત સાગરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..

New Update
  • અમરોલી પોલીસ સ્ટેશનમાં સસરાનો જમાઈ પર હુમલો

  • સસરાએ જમાઈ પર ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો

  • દીકરી ગર્ભવતી બનતા પિતા ગર્ભપાત કરાવવા માંગતા હતા

  • જમાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો   

  • પોલીસે જીવલેણ હુમલો કરનાર સસરાની કરી ધરપકડ 

સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં સસરાએ જમાઈ પર ચપ્પુ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત જમાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,પોતાની દીકરી ગર્ભવતી થતા જે પિતાને મંજુર ન હોવાના કારણે આ હુમલો કર્યો હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.

સુરતમાં અમરોલી વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન યુવાન સાગરે ઘર નજીકમાં જ રહેતી યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.જોકે સાંસારિક જીવન દરમિયાન યુવતી ગર્ભવતી બની છે,જે અંગે યુવતીના પિતા દેવીદાસ કઢરેને આ બાબત પસંદ નહોતી,તેથી તેઓ પોતાની દીકરીનો ગર્ભપાત કરાવવા માંગતા હતા. અને આ આખો મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો હતો. ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનમાં જ દેવીદાસે પોતાના જમાઈ સાગર પર ચપ્પુ વડે ગળાના ભાગે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી.

પોલીસ મથકમાં જ જીવલેણ હુમલાની ઘટનાને પગલે પોલીસ કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.અને ઈજાગ્રસ્ત સાગરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે હુમલો કરનાર દેવીદાસની પોલીસે ધરપકડ કરી હતી.

Latest Stories