સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગની ઘટના બની હતી. રાધે બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગતા રત્નકલાકારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સવારના સમયે આગ લાગતા રત્નકલાકારોમા ડરનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર આગ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા બે ફાયર સ્ટેશનની પાંચ ગાડીઓએ હાઇડ્રોલિક સાથે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં સોફા, કોમ્પ્યુટર, વાયરીંગ સહિતનો સામાન મળીને ખાક થયો હતો. કોઈ ઇજા જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ નામને હીરાની કંપની આવેલી છે. જેમાં રાધે નામના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ પ્લસ છ માળ આવેલા છે. રાધે નામના બિલ્ડીંગના ત્રીજા માળે આગ ભભૂકી ઊઠી હતી. સવારના 8.37 ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.
સુરતમાં આવેલ હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગ લાગતા અફડાતફડી, ફર્નિચર-કોમ્પ્યુટર સહિતનું બળીને ખાખ
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગની ઘટના બની હતી.
New Update
Latest Stories