હબીબી... વેલકમ ટુ દુબઈ’ નહીં, પણ “સુરત” : અડધે આકાશે ધુમ્મસની ચાદર પથરાતા બુર્ઝ ખલીફા જેવો માહોલ સર્જાયો...

સુરત શહેરની બુધવારની વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.સમગ્ર શહેરને ધુમ્મસે બાનમાં લેતા હિલસ્ટેશનનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો

New Update
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વાતાવરણમાં વર્તાય

  • ઉત્તરના પવનો ફૂંકાતા વાતાવરણમાં આવ્યો પલટો

  • રાત્રિનું તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું

  • વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ

  • આગામી દિવસમાં માવઠાની પણ કરાઈ છે આગાહી

સુરત શહેરની બુધવારની વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.સમગ્ર શહેરને ધુમ્મસે બાનમાં લેતા હિલસ્ટેશનનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો,જોકે ઝીરો વિઝિબિલિટી સર્જાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સુરતમાં ઉત્તરના ઠંડા પવનો ફૂંકાતા રાત્રીનું તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાત્રીનો પારો હજુ બે ડિગ્રી સુધી ઘટી શકે છે. ત્યારે આજે રીતસર સુરતમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. ધુમ્મસની ઉપર બિલ્ડીંગો દેખાઈ રહી હતી. જાણે કે ધુમ્મસ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી 2 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે.છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ફેબ્રુઆરીની 2 તારીખે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી શકે છે. દરમિયાન સુરતનું મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સુરતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે.જ્યારે ઉત્તર દિશાના પ્રતિકલાક 6 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ડાંગનું મહત્તમ તાપમાન સૌથી ઉંચુ નોંધાયું હતું. નવસારી અને વલસાડમાં માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે. આ ઉપરાંત ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે. સુરતની વાત કરીએ તો રાત્રીનો પારો 2 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય

સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

New Update
  • DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

  • ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોડાયા

  • આપ અને કોંગ્રેસMLA એક સાથે રહેતા ચર્ચા

  • DGVCL વિરુદ્ધ ઉગ્ર સૂત્ર ચાર કરી વિરોધ દર્શાવ્યો

સુરતમાંDGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાMLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.જે ઘટના રાજકીય ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની હતી.

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક બીજા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલીDGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત DGVCL ખાતે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા,અને ઉમેદવારોને નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.તેમજ 35 ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કા વાઈઝ નોકરી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે,તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.