સુરત : શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નાખતા મૂર્તિકાર ચિંતાગ્રસ્ત, ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ

અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ નિવડ્યો

New Update
  • મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો

  • 10થી 15મૂર્તિઓ ખંડિત થતા મૂર્તિકાર વ્યથિત

  • ગણેશજીની મૂર્તિઓની આંગળીઓને નુકસાન

  • 4 મહિનાની મહેનતથી તૈયાર કરાઈ હતી મૂર્તિ

  • ખટોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ 

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજી મૂર્તિવાડા પાસે લગભગ 150થી વધુ ગણપતિની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. મૂર્તિકાર દ્વારા છેલ્લા 4 મહિનાથી અથાક મહેનત કરી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી. જોકેઆરોપ છે કે અજાણ્યા લોકોએ આ 15થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરી નાખી હતી. આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

મૂર્તિકારનું કહેવું છે કેતેઓ જમવા માટે ગયા હતા તે દરમિયાન આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૂર્તિઓ જોવા માટે કેટલાક લોકો આવ્યા અને તેમની નજર ખંડિત થયેલી મૂર્તિઓ પર પડી. આ જોતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા-રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કેજેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છેઅન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલાની જાણ થતા જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories