સુરતના રાજકારણમાં પૂર્વ મેયર મોટા સસરા અને કોર્પોરેટર વહુ દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપ બાજી કરવામાં આવી છે,જે મુદ્દો શહેરના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
સુરતના અશ્વિનીકુમાર ફુલપાડામાં આવેલ મકાનનાં મુદ્દાએ પરિવાર અને રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે.સુરતના મહાનગર પાલિકાના પૂર્વ મેયર ચીમનલાલ પહેલ દ્વારા પોતાના પરિવારની કોર્પોરેટર વહુ નિરાલી પટેલ સામે જ રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપ કર્યા છે.તેમને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નિરાલી પટેલે અશ્વિનીકુમાર ફુલપાડામાં જર્જરિત મકાનને લઈને નોટિસ પાઠવવામાં આવી હતી,જે નોટિસને રફેદફે કરવા માટે નિરાલી પટેલે રૂપિયા 1 લાખની માંગણી કરી હોવાના તેઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો.
જયારે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા સુરતના કોર્પોરેટર નિરાલી પટેલે તેઓના મોટા સસરા દ્વારા કરવામાં આવેલા 1 લાખ રૂપિયાની માંગણીના આક્ષેપને રદિયો આપ્યો હતો,અને જણાવ્યું હતું કે પારિવારિક મામલાને સસરા રાજકારણનો મુદ્દો બનાવીને ખોટા આક્ષેપ કરી રહ્યા છે.વધુમાં સસરા સહિત 6 ભાઈઓને નોટિસ આપવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.