New Update
સુરતના કાપોદ્રામાં 5 વર્ષની બાળકી બની દુષ્કર્મનો શિકાર
દાદા ઉર્ફે મોટા પપ્પા જ નીકળ્યા હવસખોર
માતાની ગેરહાજરીમાં માસુમ બાળાનું શિયળ લૂંટાયું
પિતાનો સગો મોટો ભાઈ જ બન્યો હેવાન
કાપોદ્રા પોલીસે કરી નરાધમ આરોપીની ધરપકડ
સુરતના કાપોદ્રા વિસ્તાર માંથી જધન્ય કૃત્યની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે,પોતાના નાના ભાઈની માસુમ દીકરી કે જે મોટા પપ્પા કે દાદા કહીને સંબોધન કરતી હતી,તે જ નરાધમે પાંચ વર્ષીય બાળાને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં મોટા ભાઈએ પોતાના નાના ભાઈની પાંચ વર્ષની માસુમ બાળા પર જ નજર બગાડી હતી.બાળકીની માતા ગામ ગઈ હોવાથી બાળા મોટા પપ્પાના ઘરે રમવા ગઈ હતી,તે દરમિયાન હવસખોર 65 વર્ષીય દાદા ઉર્ફે મોટા પપ્પાએ લગીરેય શરમ સંકોચ દાખવ્યા વગર ફૂલ સમાન બાળકીને હવસનો શિકાર બનાવીને પીંખી નાખી હતી.બાળકીની માતા ગામથી પરત ફરતા ઘટના અંગેની જાણ તેમણે થઈ હતી. બાળાને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા સમગ્ર ઘટના અંગેની હકીકત બહાર આવી હતી,અને બાળકીના પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર બળાત્કારી 65 વર્ષીય વૃદ્ધ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
Latest Stories