-
દર વર્ષ કરતા આ વર્ષે કાપડ બજારનું દિવાળી વેકેશન ટૂંકું
-
ઓછા દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં બજારો ધમધમ્યા
-
લગ્નપ્રસંગની ઘરાકી જામતા વેપારીઓમાં ખુશીનો માહોલ
-
કોલકાતા, બેંગ્લોર, મુંબઈના બજારોમાંથી ઇન્કવાયરી શરૂ થઈ
-
આગામી 6 મહિનામાં કરોડોનો કારોબાર થાય તેવી શક્યતા
સુરત શહેરમાં દિવાળીના તહેવારો બાદ કાપડ બજારમાં લગ્નસરાની ઘરાકી જામતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના કાપડ બજારમાં દર વર્ષ કરતા આ વર્ષે દિવાળી વેકેશન ઓછા દિવસનું રાખવામાં આવ્યું હતું, ત્યારે હવે લગ્નપ્રસંગની ઘરાકી જામતા વેપારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
કોરોના બાદ સુરતના કાપડ બજારમાં આ વર્ષે દિવાળી દરમિયાન ખૂબ જ સારો કારોબાર થયો છે. દિવાળી વેકેશન બાદ કોલકાતા, બેંગ્લોર, મુંબઈ તેમજ સાઉથ સહિતના બજારમાંથી ઇન્કવાયરી શરૂ થતા સુરતના કાપડ માર્કેટમાં ચહલપહલ જોવા મળી રહી છે.
જેથી વેપારીઓએ વેકેશન ટૂંકાવી દુકાનોના વધામણા શરૂ કરી દીધા છે. લગ્ન પ્રસંગની સિઝનને લઈને આગામી 6 મહિનામાં સુરતના કાપડ બજારમાં 40થી 50 હજાર કરોડનો કારોબાર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.