સુરત : પુણાગામમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો સ્થાનિક રહીશોનો વિરોધ,સોસાયટીના પ્રમુખો દ્વારા ધરણા પ્રદર્શન

સુરતના પુણાગામમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે,અને આ કામગીરી સામે સોસાયટીના પ્રમુખો દ્વારા ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવી રહ્યા છે.

New Update
  • પુણાગામમાં કોમર્શિયલ બાંધકામનો મામલો

  • સ્થાનિકો દ્વારા કોમર્શિયલ બાંધકામનો વિરોધ

  • સ્થાનિક સોસાયટીના પ્રમુખ બેઠા ધરણા પર

  • અસામાજિક તત્વોનો ત્રાસ હોવાના આક્ષેપ સાથે ધરણા

  • ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલ 

સુરતના પુણાગામમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે.જેને લઈને આ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે.સ્થાનિક રહીશોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે અને જો કોમર્શિયલ બાંધકામ થશે અને ઇન્ડસ્ટ્રીઝની કામગીરીની શરૂઆત થશે તો સ્થાનિક મહિલાઓની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉભા થવાનો ભય તેઓ વ્યક્ત કરી રહ્યા છે,આ અંગે મહાનગરપાલિકા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત બાદ પણ આ અંગે કોઈ ધ્યાન આપવામાં ન આવતા આખરે સ્થાનિક સોસાયટીના રહીશો ધરણા પર બેસીને વિરોધ કરી રહ્યા છે.

Latest Stories