-
થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને એક્શન મોડમાં ગુજરાત પોલીસ
-
જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ
-
5 પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાય
-
દારૂના નશામાં છાકટા બનેલા 250થી વધુ લોકો ઝડપાયા
-
250 નશેબાજોને બસમાં બેસાડી પોલીસ મથકે લઈ જવાયા
થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, ત્યારે સુરતના 5 અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાંથી દારૂના નશામાં છાકટા બનેલા 250થી વધુ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં સુરતની ઝોન-4 પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 ડિસેમ્બરની સાંજથી આજની સવાર સુધીમાં શહેરના 5 મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી 250થી વધુ દારૂના નશામાં ફરતા શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં છાકટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનેલાઈઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા. માત્ર 10 કલાકની આ ઝુંબેશમાં 250થી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યારે આ તમામને બસમાં ભરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.