-
પાલિકાની આરોગ્ય વિભાગની ટીમના દરોડા
-
વરાછા પોલીસને સાથે રાખી કરવામાં આવી કાર્યવાહી
-
તાસની વાડીમાં શંકાસ્પદ પનીર ઝડપાયુ
-
150 કિલોથી વધારે શંકાસ્પદ પનીર જપ્ત કર્યું
-
પોલીસે ત્રણ ઈસમોની અટકાયત પણ કરી
સુરતના વરાછા વિસ્તારમાં આરોગ્ય વિભાગે પોલીસના સહયોગથી તાસની વાડીમાં દરોડા પડ્યા હતા,જેમાં 150 કિલોથી વધારે શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.અને પોલીસે ત્રણ ઈસમોની અટકાયત કરી હતી.
સુરતને ડાયમંડ સીટીનું ઉપનામ મળ્યું છે,જોકે સુરત ભોજન માટે પણ પ્રખ્યાત છે,જોકે સ્વાદના શોખીનો માટે ક્યારેક બહારનું ભોજન જોખમી પણ સાબિત થઇ શકે છે,વરાછા વિસ્તારમાં બનાવટી પનીરની બૂમ ઉઠી હતી.જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા.
જે દરોડામાં 150 કિલોથી પણ વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો,આરોગ્ય વિભાગ દ્વારા આ પનીરને જપ્ત કરી તેના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.તેમજ પોલીસે આ ઘટનામાં ત્રણ ઈસમોની અટકાયત કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ અને પોલીસની કાર્યવાહીને પગલે અખાદ્ય ફૂડ પ્રોડક્ટ વેચતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.