હત્યારો પિતા:- સુરતમાં પિતાએ દીકરીને છરાના 17 ઘા મારી પતાવી દીધી

પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો. જેમાં એક દીકરીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી

New Update
હત્યારો પિતા:- સુરતમાં પિતાએ દીકરીને છરાના 17 ઘા મારી પતાવી દીધી

સુરત કડોદરામાં આજે એક પિતા દ્વારા દીકરીની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂવા બાબતે થયેલા ઝઘડામાં પિતા દ્વારા દીકરી, ત્રણ દીકરા અને પત્ની પર મટન કાપવાના છરાથી હુમલો કરવામાં આવ્યો હતો. એમાં પિતાએ દીકરીને 17 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી.

Advertisment

કડોદરામાં સત્યમનગર વિસ્તારમાં રામાનુજ શાહુ મૂળ બિહારનો રામાનુજ મિલમાં મજૂરીકામ કરતો હતો. રાત્રે ધાબા પર પત્ની સાથે સૂવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો, જોકે પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો. જેમાં એક દીકરીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી

માત્ર સૂવા બાબતે થયેલા ઝઘડામાં પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. એમાં તેના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી એના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Latest Stories