-
દિવાળીના તહેવારો નિમિત્તે પુણા પોલીસનું આયોજન
-
પુણા પોલીસ દ્વારા કરવામાં આવી સરાહનીય કામગીરી
-
સેન્ટર હોમ-ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન કરાવ્યુ
-
ગરીબોને ભોજન કરાવી માનવતાની મહેકાવી પ્રસરાવી
-
નગરજનોએ પણ પોલીસની કામગીરીને ખૂબ બિરદાવી
દિવાળી તેમજ નવા વર્ષના તહેવારો નિમિત્તે સુરત શહેર પોલીસે ગરીબોને ભોજન કરાવી માનવતાની મહેકાવી પ્રસરાવી હતી. હાલ ચાલી રહેલા દિવાળીના તહેવારોમાં લોકો જરૂરિયાતમંદોને દાન કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે, ત્યારે સુરત શહેરની પુણાગામ પોલીસે સેન્ટર હોમમાં રહેતા તેમજ આસપાસના વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન કરાવી માનવતાની મહેકાવી પ્રસરાવી હતી. પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરીને લોકોએ પણ ખૂબ બિરદાવી હતી.