સુરત : પાલિકાની મંજૂરી વિના જ ઓપરેશન સિંદૂર સર્કલ બની ગયું, સાંસદે કરી હતી માંગ

સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં જે સ્થળ પર સર્કલ બનાવવા માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે

New Update
  • અજીબ ઘટનાએ સર્જી દીધુ કુતુહલ

  • રાતો રાત બની ગયું ઓપરેશન સિંદૂર સર્કલ

  • સાંસદે ઓપરેશન સિંદૂર સર્કલ માટે કરી હતી માંગ

  • સર્કલ બની ગયા બાદ પણ મનપા અજાણ

  • મનપાની મંજૂરી વગર સર્કલ બન્યું હોવાની ચર્ચા

સુરતમાં અજીબ ઘટના પ્રકાશમાં આવી છે. પાલિકાની મંજૂરી વિના જ કોઈ રાતો રાત ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી ગયું છે, અને આ વાતથી ખુદ પાલિકા જ અજાણ હતી. આ સર્કલના વીડિયો પણ વાયરલ થયા હતા. જોકે મામલો ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે સાંસદે ખુદ પત્ર લખીને ઓપરેશન સિંદૂર સર્કલ તૈયાર કરવાની માંગ કરી હતી.

સુરતના સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂરથી થીમ પર સર્કલ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. પરંતુ તેઓએ જે સ્થળ પર સર્કલ બનાવવા માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે. જોકે આ સર્કલ બન્યું છે તે પણ પાલિકાની મંજુરી વિના બન્યું હોવાની ફરિયાદ થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાએ મંજૂરી વિના બનાવેલા સર્કલ માટે સર્કલ બનાવનાર સંસ્થાને નોટિસ પણ ફટકારી દીધાની ચર્ચા છે.

સુરતના સાંસદ મુકેશ દલાલે પાલિકાને એક પત્ર લખ્યો હતો.તેમાં રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની માંગણી કરી હતી. આ સર્કલમાં સ્વદેશી શસ્ત્રોની કૃતિઓ પ્રદર્શિત કરીને નાગરિકો અને યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિ અને સૈન્ય અંગે જાગૃતિ લાવવાનો હેતુ છે તેવો ઉલ્લેખ કરાયો છે. સાંસદે અડાજણ પ્રાઈમ આર્કેડમોરાભાગળ ચાર રસ્તારાંદેર અડાજણના મોટા સર્કલ અથવા સુરત હજીરા રોડ પર ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવા માંગણી કરી હતી.

જોકેથોડા દિવસ પહેલાં જ સુરત હજીરા રોડ પર હવેલી વિસ્તાર નજીક આવેલા સર્કલ પર આર્મી જવાનના કટ આઉટફાઈટર પ્લેન અને સર્કલ પર ઓપરેશન સિંદૂર નામ સાથે સર્કલ બનાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સર્કલ સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ થઈ રહ્યું છે અને અનેક રીલ પણ ફરતી થઈ છે.ત્યારે આ જ જગ્યાએ સાંસદે ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવા માટે લખેલો પત્ર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો  

Latest Stories