સુરત : મહારાણા પ્રતાપ સોસાયટીમાં દૂષિત પાણીથી યુવકના મોત બાદ ફફડાટ,મનપા સામે સ્થાનિકોમાં આક્રોશ

દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે, મનપાની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા

New Update
  • મહારાણા પ્રતાપ સોસાયટીની ચકચારી ઘટના

  • મનપાનાં ગંદા પાણીને લઈને લોકો પડ્યા બીમાર

  • દૂષિત પાણીએ 22 વર્ષીય યુવકનો લીધો ભોગ

  • 250 જેટલા ઘરોમાં દૂષિત પાણી પહોંચ્યા

  • મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

સુરતના મહારાણા પ્રતાપ ચોક પાસે બે દિવસ અગાઉ દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાંICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છેમનપાની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા છે.

સુરતના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગલી નંબર-3માં રહેતા જયેશ સીરસાગર નામના યુવકની તબિયત લથડી હતી. રાત્રિના સમયે યુવકની તબિયત લથડતા તેને 10થી 12 વખત ઝાડા-ઉલટી થયા હતા. તેમની માતા સાથે તેઓ રહેતા હતા. સવારે હોસ્પિટલમાં લઈ ગયા તો ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દૂષિત પાણી પીવાના કારણે તેમનું મોત થયું છે. આ સોસાયટીના અન્ય લોકો પણ દૂષિત પાણીના કારણે ડાયેરિયાની બીમારીમાં સપડાયા હોવાનું બહાર આવ્યું છે.

દૂષિત પાણીથી જયેશના મોત બાદ મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે,અને આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં જરૂરી તપાસ કરવામાં આવી હતી,અને દુષિત પાણી તેમજ ખોરાકથી બચવા માટે શું કાળજી લેવી જોઈએ તે માટે બેનરો લગાવીને સંતોષ માન્યો હતો.

દુષિત પાણીથી સર્જાયેલી પરિસ્થિતિથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે,તેમજ મહાનગરપાલિકા દ્વારા દુષિત પાણીના નમૂના લેવામાં આવ્યા હતા,અને મનપાને પાણીમાં કોઈ જ ખામી નજર પડી નહોવાનું સ્થાનિક રહીશ દ્વારા જણાવવામાં આવ્યું હતું.અને દુષિત પાણીનું મનપા દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.

Read the Next Article

સુરત : અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોનો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

સુરત શહેરના અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

New Update
  • અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં 2 તસ્કરો ત્રાટક્યા

  • જૈન દેરાસરમાં 2 તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો

  • 2 દાનપેટીપ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણની ચોરી

  • તસ્કરોની તમામ કરતૂત દેરાસરનાCCTV કેમેરામાં કેદ થઈ

  • તસ્કરોનું પગેરું મેળવવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાય

સુરત શહેરના અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જૈન ધર્મનું પૌરાણિક ગુરૂરામ પવનભૂમિ દેરાસર આવેલું છે. જેમાં ગત મોડી રાત્રે 2 તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. દેરાસરના નકશી કોતરણી કરી બનાવેલ માર્બલની ઝાળી તોડી તસ્કરો પરિસરમાં ઘૂસ્યા હતા.

ત્યારબાદ દેસરસરની 2 દાનપેટીભગવાનની પ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણની ચોરી કરી ફરાર ફરાર થઈ ગયા હતા. જોકેપૌરાણિક જૈન દેરાસરમાં ચોરીની ઘટના ત્યાં રહેલાCCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેકેવી રીતે તસ્કરો હાથફેરો કરી રહ્યા છે.

તો બીજી તરફબનાવની જાણ થતાં જDCP કક્ષાના અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં પોલીસેCCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.