શહેરની લાલગેટ પોલીસને મળી મોટી સફળતા
ઓટો રીક્ષામાં મુસાફરોના મોબાઈલ-રોકડની ચોરી
રીક્ષામાં ચોરી કરતાં 2 શખ્સોની ધરપકડ કરાય
લાલગેટ પોલીસે રીક્ષા, 20 મોબાઈલ જપ્ત કર્યા
રૂ. 1.50 લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી
સુરત શહેરની લાલગેટ પોલીસે ઓટો રીક્ષામાં મુસાફરોના મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરતાં 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના પ્રયાસો હેઠળ પોલીસ વિભાગ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે સુરત શહેરની લાલગેટ પોલીસે ઓટો રીક્ષામાં મુસાફરોના મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરતાં 2 શખ્સોની ધરપકડ કરી છે.
આરોપી ફારૂક શેખ અને ખોજેમ વોરા ઓટો રીક્ષામાં મુસાફરી કરતાં મુસાફરોની નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હતા. જેમાં મુસાફરોના ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા હતા. પોલીસે એક રીક્ષા, 20 નંગ મોબાઈલ ફોન મળી રૂ. 1.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ખોજેમ વોરા વિરુદ્ધ ચોકબજારમાં 2 અને પાંડેસરા પોલીસ મથકમાં 2 ગુન્હા નોંધાયા છે, જ્યારે ફારૂક શેખ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં 2 ગુન્હા નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.