ગૌ માંસના ખરીદ-વેચાણનો પર્દાફાશ : સુરતના કઠોર ગામે ગૌવંશની કતલ કરતાં 5 ઇસમોની પોલીસે કરી ધરપકડ…

બાતમીના આધારે દરોડા પાડતા ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા. પોલીસે 197 કિલો માસ તથા ગૌવંશ કટીંગ કરવાના સાધનો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
  • ગૌ માંસના ખરીદ અને વેચાણનો પોલીસે કર્યો પર્દાફાશ

  • કઠોર ગામ ખાતે ગૌવંશની કતલ પર પોલીસના દરોડા

  • 197 કિલો ગૌ માસના જથ્થા સાથે 5 ઇસમોની ઝડપાયા

  • ગૌવંશ કટીંગ કરવાના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત

  • રૂ. 86થી વધુના મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ કરી

સુરતના કઠોર ગામ ખાતે ગૌવંશની કતલ થતી હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી 197 કિલો ગૌ માસના જથ્થા સાથે 5 ઇસમોની ધરપકડ કરી હતી.

ગૌ માંસના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ગાયની કતલ કરી તેના માંસનું ખરીદ-વેચાણ થતું રહે છે. કસાઈઓ દ્વારા ગૌ માંસની હેરફેર કરવામાં આવે છે. ગૌ રક્ષકો દ્વારા આવા તત્વોને પકડવામાં આવે છે.ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમોને ઝડપી પાડ્યા છે. કઠોર ગામ ખાતે આવેલ તાળી વાળમાં ગૌવંશનું માસ કટીંગ થતું હતુંત્યારે બાતમીના આધારે દરોડા પાડતા ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા.

પોલીસે 197 કિલો માસ તથા ગૌવંશ કટીંગ કરવાના સાધનો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખરહીશ શેખસાહિલ પઠાણરસીદ શેખ અને મયુદ્દીન મફાતીને ઝડપી પાડ્યા હતા. જેમાં અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ પોતાની દુકાનમાં આ ઇસમોને રાખીને કામ કરાવતો હતો.

Latest Stories