સુરત : ઉધનામાં લગ્ન પ્રસંગે દારૂની બોટલ સાથે ડાન્સ કરતાં 8 શખ્સોની પોલીસે કરી ધરપકડ

દારૂની બોટલ સાથે યુવાનનો ડાન્સ કરતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, દારૂની બોટલ સાથે ડાન્સ કરતો આ વિડિયો સુરત શહેરના ઉધના વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે

New Update

દારૂબંધીની વાત કરતી ગુજરાત સરકાર સામે પડકાર

કાયદાનો ડર ન હોય તેમ કેટલાક લોકો બેફામ બન્યા

ઉધનામાં લગ્ન પ્રસંગે દારૂની બોટલ સાથે કર્યો ડાન્સ

વાઇરલ વિડિયોના આધારે પોલીસની કડક કાર્યવાહી

દારૂની બોટલ સાથે ડાન્સ કરતાં 8 ઈસમોની ધરપકડ

સુરત શહેરના ઉધના વિસ્તારમાં લગ્ન પ્રસંગે દારૂની બોટલ સાથે ડાન્સ 8 ઈસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધીની વાત કરતી સરકાર સામે જાણે પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ સુરતમાં જોવા મળી છે. કાયદો-વ્યવસ્થાનો ડર ન હોય તે રીતે કેટલાક લોકો લગ્ન પ્રસંગે બેફામ બનીને મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

જાહેર સ્થળ પર દારૂની બોટલ સાથે યુવાનનો ડાન્સ કરતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસારદારૂની બોટલ સાથે ડાન્સ કરતો આ વિડિયો સુરત શહેરના ઉધના વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઉધના પોલીસે વિડિયોના આધારે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં ગણતરીના કલાકોમાં જ વિડિયોમાં દેખાતા તમામ 8 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમ્યાન વાઇરલ વિડીયો ઉધના વિસ્તારની કર્મયોગી સોસાયટીનો હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફઉધના પોલીસે ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતોતે અંગે પણ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.