-
ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિથી તણાવભર્યો માહોલ
-
સુરત રેલવે સ્ટેશનને પણ કરાયું એલર્ટ
-
રેલવે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
-
પોલીસે ડોગ સ્કવોર્ડ સાથે કર્યું ચેકીંગ
-
CCTV થી રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રખાઈ
ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે સુરત રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન ખાતે મોરચા પોઇન્ટ, સીસીટીવી અને ડોગ સ્કોડથી ચારે દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તણાવભરી સ્થિતિ છે,ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન,એરપોર્ટ,એસટી બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ચેકિંગ પણ કરવામાં આવતું હતું.
દરમિયાન ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઈક બાદ સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે. જેના પગલે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ્યાં વધુ લોકોની અવરજવર થઇ રહી છે,ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ, રેલવે પોલીસ ફોર્સ, એસઓજી અને એલસીબીના 25થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ મોરચા પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોગ ડ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આ સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલવે સ્ટેશનના એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે.86 સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર પણ રાખવામાં આવી રહી છે. આ સાથે જ સુરત રેલવે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નિફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે.