સુરત : ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે કર્યું ફાયરિંગ,આરોપીને પગમાં વાગી ગોળી

સુરત પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું જેમાં આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર હેઠળ ખસેડાયો

New Update
  • પોલીસ ફાયરિંગમાં આરોપી ઈજાગ્રસ્ત

  • ડબલ મર્ડરનો કુખ્યાત આરોપી ઈજાગ્રસ્ત

  • આરોપીએ પોલીસ પર કર્યો હતો હુમલો

  • સ્વબચાવમાં પોલીસે કર્યું હતું ફાયરિંગ

  • આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર હેઠળ   

સુરતના ગોડાદરામાં પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર ફાયરિંગ કર્યું હતું,જેમાં કુખ્યાત આરોપી શિવા ટકલાએ ભાગવાનો પ્રયત્ન કરીને પોલીસ પર હુમલો કર્યો હતો.જેની જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળી ધરબી દીધી હતી.

સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. સુરત પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતું. સમગ્ર બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છેજ્યારે મુખ્ય સૂત્રધાર શિવા ટકલા નામનો આરોપી ફરાર હોવાથી બાતમીના આધારે પોલીસ તેને પકડવા પહોંચી હતી. આ દરમિયાન આરોપી શિવાએ પોલીસ પર હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં શિવા ટકલાને જમણા પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો હતો.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત 1 ડિસેમ્બરના રોજ માત્ર 20 હજારની ઉઘરાણી મામલે કુખ્યાત બુટલેગર સહિતના આરોપીઓએ ત્રણ યુવાનનું અપહરણ કર્યું હતું. આ પછી આરોપીએ ત્રણેય યુવકને ઢોર માર મારીને ક્રૂરતા આચરી હતી. સમગ્ર ઘટનામાં સોએબ શેખ અને નાઝીમનું મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય એક યુવક આરોપીના સકંજામાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.

Latest Stories