સુરત હજીરાના સમુદ્ર કિનારેથી બિનવારસી ચરસ મળી આવતા પોલીસ તંત્ર એલર્ટ
સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.
રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.
રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત શહેરના મહેમાન બન્યા છે.આ પ્રસંગે તેઓએ ડાયમંડ નગરી સુરત શહેરની પ્રશંસા કરી હતી.સૌમ્યા ગુર્જરે મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.તેઓએ સુરતીઓના સ્વભાવને પણ મિલનસાર અને પ્રેમાળ હોવાનું જણાવ્યું હતું.વધુમાં સૌમ્યા ગુર્જરે સિટીઝન ફીડબેક પણ લીધા હતા.અને જણાવ્યું હતું કે સુરતના સ્થાનિક લોકો અને ટેક્સી ડ્રાઇવરોના રીવ્યુ લીધા હતા,જેમાં તેઓએ એક જ જવાબ આપ્યો કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં ઇન્ડસ્ટ્રી આવે છે અને ખુશીઓ પણ જોવા મળે છે.
વધુમાં સૌમ્યા ગુર્જરે જણાવ્યું હતું કે જયપુર ગુલાબી નગરી છે અને સાંસ્કૃતિક વારસા માટે ખૂબ અગત્યનું શહેર છે.સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને કામ થઈ રહ્યું છે તે જયપુરમાં પણ થાય તે માટે પ્રયાસ કરવા છે.પ્લાસ્ટિક વેસ્ટને જે પ્રકારે રિસાયકલ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ સારો પ્લાન્ટ છે.આ અંગેની કામગીરી પણ જયપુરમાં થાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યું હતું અને આખા ભારતના દર્શન સુરત શહેરમાં થયા હોવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.