સુરત હજીરાના સમુદ્ર કિનારેથી બિનવારસી ચરસ મળી આવતા પોલીસ તંત્ર એલર્ટ

સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને  બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

New Update

સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને  બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

ગુજરાતની દરિયાઈ પટ્ટી પર બિનવારસી નશીલા પદાર્થનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં જ વલસાડના દરિયા કિનારેથી પણ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, હજી આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચે ત્યાર પહેલા જ સુરત હજીરાના સમુદ્રી કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે,સુરત SOG પોલીસની ટીમ 15મી ઓગષ્ટ ને લઈને સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે માટે પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન પોલીસને સફળતા મળી હતી,અને હજીરાના દરિયા કિનારેથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 1 કિલો 754 ગ્રામ રૂપિયા 1 કરોડ અને 87 લાખનો ચરસનો જથ્થો કબ્જે કર્યો હતો,પોલીસની પ્રાથમિક તપાસમાં હાઈ પ્યોરિટી અફઘાની ચરસ હોવાનું જાણવા મળ્યું હતું, હાલ તો પોલીસે બિનવારસી ચરસના વાલીવારસો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.      
#Gujarat #police #found #Surat #Charas #Charas Quantity #seashore #Hazira seashore
Here are a few more articles:
Read the Next Article