Connect Gujarat
સુરત 

રાજ્યમાં ઓમિક્રોનના દસ્તક વચ્ચે સરકારી કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો ઉતર્યા હડતાળ પર

રાજ્યની સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ આજે તા.7થી અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન કર્યું છે.

X

રાજ્યની સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. કામનું ભારણ વધતા અમદાવાદ, સુરત, વડોદરામાં તબીબો હડતાળ પર ઉતર્યા છે. નીટ-પીજીનું કાઉન્સેલિંગ વારંવાર પાછળ ઠેલાવાના કારણે રેસિડેન્ટ ડોક્ટરોની અછત સર્જાઈ છે. ડોક્ટરોએ આજે તા.7થી અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન કર્યું છે.

દેશમાં સહિત રાજ્યમાં ઓમિક્રોનની દસ્તક વચ્ચે વધુ ડોક્ટરોની જરૂર છે ત્યાં સિવિલ હોસ્પિટલમાં જ રેસિડેન્ટ ડોક્ટરો જો તમામ સેવાઓથી અળગા રહેશે તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશન હેઠળ રેસિડેન્ટ ડોક્ટરોએ અને અમદાવાદની સિવિલ, સુરત સિવિલ અને વડોદરા તેમજ જામનગરની સિવિલ હોસ્પિટલોના સુપ્રિ. દ્વારા સરકારના આરોગ્ય વિભાગને જુનિયર ડોક્ટરો આપવાની માંગણી કરવામા આવી હતી. હાલ હોસ્પિટલોમાં પીજી રેસિડેન્ટની પ્રથમ બેચ ન હોવાને લીધે રેસિડેન્ટ ડોક્ટરોની ઘટ પડી રહી છે જેથી જુનિયર નોન એકેડમિક રેસિડેન્ટ હંગામી ધોરણે મુકવા માટે રજૂઆત કરાઈ હતી. પરંતુ આ મુદ્દે કોઇ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.

Next Story