'અજીબો ગરીબ વરધોડો' : સુરતના રસ્તા પર નીકળ્યો વરઘોડા, સાથે સાથે મંડપ પણ ચાલ્યો

અગનગોળા વરસાવતી ગરમીમાં સુરતના રસ્તા પર નીકળેલા વરઘોડાએ ભારે આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું.

'અજીબો ગરીબ વરધોડો' : સુરતના રસ્તા પર નીકળ્યો વરઘોડા, સાથે સાથે મંડપ પણ ચાલ્યો
New Update

અગનગોળા વરસાવતી ગરમીમાં સુરતના રસ્તા પર નીકળેલા વરઘોડાએ ભારે આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું. વાઈરલ થઈ રહેલા વીડિયો પ્રમાણે વરઘોડાની સાથે-સાથે મંડપ પણ ચાલી રહ્યો છે. જેને કારણે જાનૈયાઓને નાચવામાં તકલીફ ન થાય અને ગરમીનો અનુભવ ખૂબ ઓછો થાય. જાનના વરઘોડાનો આ અનોખો કિમિયો હાલ સોશિયલ મીડિયામાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સુરતમાં વરઘોડા સાથે આખો મંડપ પણ ચાલી રહ્યો હતો.

કાળઝાળ ગરમીમાં પણ જાનૈયાઓ ખૂબ જ મોજ મસ્તીથી નાસ્તા જોવા મળ્યા હતા. કારણ કે, તેમના માથા ઉપર મંડપનો આશરો હતો.તેના કારણે ગરમી તેમને લાગતી ન હતી. ગરમીથી બચવા માટેનો અનોખો પ્રયોગ જાણે સુરતના વરરાજાએ કર્યો હોય તેઓ આ વીડિયોમાં દેખાય છે. ભલે આગ ઝરતી ગરમીથી ધરાવતા હોય પરંતુ લગ્ન પ્રસંગમાં મોજ મસ્તીની એક પણ ગુમાવ્યા વગર તેને કોઈ પણ ભોગે માની લેવાની જાણે જીદ હોય તેઓ વીડિયો વાઈરલ થયો છે. વરઘોડાની સાથે સતત મંડપ ચાલતો જોઈને આસપાસના રાહદારીઓ પણ જોતા રહી ગયા હતા.

#Connect Gujarat #BeyondJustNews #Wedding #Surat #viral video #streets #Varghodo #janaiya #walking mandap #mandap
Here are a few more articles:
Read the Next Article