સુરત:સવા વર્ષની બાળકીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,પશુ-પક્ષીની કરી મિમીક્રી

સુરતની સવા વર્ષની માનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 

New Update

સુરતની સવા વર્ષની માનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 

કાપડ નગરી સુરતની 15 મહિનાની મનશ્રી રાવલને જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય કે તેણે વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે.આટલી નાની ઉંમરે, તે 20 થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સરળતાથી બોલી  છે એટલે મીમીક્રી કરી શકે છે.જ્યારે પણ તેણીને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપવામાં આવે છે, ત્યારે તે તરત જ તેમને અવાજ બતાવે છે એટલે મીમીક્રી કરે છે. ગણતરીના સેકન્ડમાં એક બાદ એક 20 થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજોની મીમીક્રી કરવા માટે તેનું નામ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.માનસીની માતા અને દાદી બંને શિક્ષકો છે જ્યારે મનશ્રી ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે કહેવામાં આવે છે, ત્યારે તે તેનો આવાજ ધ્યાનથી સાંભળતી હતી અને તેને સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી ગયા. 
Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.