New Update
સુરતની સવા વર્ષની માનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
કાપડ નગરી સુરતની 15 મહિનાની મનશ્રી રાવલને જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય કે તેણે વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે.આટલી નાની ઉંમરે, તે 20 થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સરળતાથી બોલી છે એટલે મીમીક્રી કરી શકે છે.જ્યારે પણ તેણીને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપવામાં આવે છે, ત્યારે તે તરત જ તેમને અવાજ બતાવે છે એટલે મીમીક્રી કરે છે. ગણતરીના સેકન્ડમાં એક બાદ એક 20 થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજોની મીમીક્રી કરવા માટે તેનું નામ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.માનસીની માતા અને દાદી બંને શિક્ષકો છે જ્યારે મનશ્રી ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે કહેવામાં આવે છે, ત્યારે તે તેનો આવાજ ધ્યાનથી સાંભળતી હતી અને તેને સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી ગયા.