/connect-gujarat/media/post_banners/73b40efda24328bad4233cc287028853aba0290e82cef16595c8b49a2f907520.jpg)
સુરતમાં ફરી એકવાર માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતમાં એક વર્ષની માસૂમ બાળકી એસિડ ગટગટાવી ગઈ હતી. જેના પગલે ગંભીર હાલતમાં બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, સુરત શહેરના લિંબાયતમાં આવેલી મદીના મસ્જિદ નજીકના વિસ્તારમાં રસોડામાં રમતાં રમતાં 1 વર્ષની માસૂમ બાળકી ભૂલથી એસિડ ગટગટાવી ગઈ હતી.
માતા ઘરમાં રોજા ખોલવાના હોવાથી રસોડામાં કામમાં વ્યસ્ત હતી, જે દરમિયાન બાળકીએ ઘરમાં રહેલા એસિડની બોટલને પાણી સમજી પી લીધું હતું. જેથી બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, બાળકી 50 ML જેટલું એસિડ ગટગટાવી ગઈ હતી. તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક ICU વિભાગમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ બાળકીની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.