Connect Gujarat
સુરત 

સુરત: ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી 1.89 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું,નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કૂદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે.

X

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કૂદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી 1.89 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે

છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હોય એ રીતે ઝરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જોકે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કૂદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી 1.89 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. કોઝવે ખાતે તાપી નદીની સપાટી વધીને 7.72 મીટરે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા તાપી નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધીમીધારે ઝરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. હળવા વરસાદ વચ્ચે ખેડૂતોએ કરેલા રોપણ અને સૂર્યપ્રકાશ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો શહેરમાં સવારે ઝરમર વરસાદ વરસતા કામ ધંધે જતા લોકોને રેનકોટ પહેરવાની અને છત્રી લઈને નીકળવાની ફરજ પડી હતી. ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. સાથે જ નીચાણવાળા વિસ્તારને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સાથે સુરતનો કોઝવે ઓવરફ્લો થઈને 7.72 મીટરની સપાટીએ વહી રહ્યો છે. તેના કારણે નદીના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે.

આ તરફ સુરતનો ડૂમસ બીચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી ને પગલે ડુમસ બીચ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 40થી 50 કી.મી.ની ઝડપે પવન ફૂંકાવવાણી શ્કાયતના પગલે બીચ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યો છે અને બીચની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

Next Story