/connect-gujarat/media/post_banners/d5eb7c264023ef1bca0d4b2129ab872b835a00a3b2b0b4942179861f737efd0b.jpg)
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખલી ગામે આવેલ સ્વયંભુ અને પૌરાણિક એવા કેદારેશ્વર મહાદેવ તીર્થધામ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા શિવનામ સ્મરણ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ વદ અમાસના એક અઠવાડિયા પહેલા અખંડ શિવનામ સ્મરણ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 183 વર્ષથી બારડોલીના પાલવાડા અશેસ બ્રાહ્મણ સમાજ દ્વારા આ સપ્તાહનું આયોજન ખલી ગામે આવેલ સ્વયંભુ અને પૌરાણિક એવા કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે કરવામાં આવ્યું છે, ત્યારે શિવ સ્વરૂપ પંચવદનની શોભાયાત્રા બારડોલીના જાગનાથ મહાદેવ મંદિરથી હનુમાન ગલી થઈ પ્રાચીન રામજી મંદિર મુકામે પહોંચી હતી, જ્યાંથી સમસ્ત બ્રાહ્મણ સમાજના આગેવાનો અને સભ્યો શોભાયાત્રામાં જોડાયો હતો. આ સાથે જ પંચવદનને કેદારેશ્વર મહાદેવના મંદિરે સ્તુતિ પ્રાર્થના સાથે બ્રહ્મખંડમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યાં પહોંચેલા દર્શાનાર્થીઓએ પણ પંચવદનના દર્શનનો લાભ લીધો હતો.