Connect Gujarat
સુરત 

સુરત: NRI યુવતીઓ સાથે મુલાકાત કરાવી ખુશ રાખવાના બહાને રૂપિયા પડાવતી મહિલા સહિત 2 ઝડપાયા

NRI યુવતીઓ સાથે મુલાકાત કરાવવાના નામે રૂપિયા પડાવાયા, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ.

X

કોમલ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી NRI યુવતીઓ સાથે મિત્રતા, ચેટીંગ અને રૂબરૂ મુલાકાત કરવાના નામે રૂપિયા ખંખેરતા મહિલા સહિત બે આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યા છે.

સુરતના યુવકને NRI છોકરીઓ સાથે મુલાકાત કરાવી બે કલાક વાત કરવાની લાલચ અને ખુશ રાખવાની 69,410ની રોકડ ગૂગલ-પેથી પડાવી કરાયેલી છેતરપિંડીનો કેસ પણ ઉકેલાય ગયો છે. આરોપીઓના બેંક સ્ટેટમેન્ટની તપાસમાં 1,67,04,000ના ટ્રાન્જેકશન થયા હોવાનું બહાર આવતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. સુરત, વડોદરા, અમદાવાદ, મુબઇ, બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ અને દિલ્હી સુધી બન્ને ઠગબાજોએ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

સાયબર સેલના અધિકારી એ જણાવ્યું હતું કે, 11થી 18 નવેમ્બર 2020 દરમિયાન આ ઠગબાજોએ બાબુભાઇ નામના ઈસમને NRI યુવતીઓ સાથે મુલાકાત બાદ બે કલાક વાત કરવાની અને ખુશ રાખવાની કિંમત પેટે 25થી 30 હજાર નક્કી કર્યા હતા. ત્યારબાદ ગેટ પાસે, ગેસ્ટ હાઉસ બુકીંગ જેવા અલગ અલગ ચાર્જ ગણાવી એમની પાસેથી રૂપિયા 69,410 ગુગલ-પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. જે બાબતે 2 માર્ચ 2021ના રોજ સાયબર ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપી રામઆશિષ અને સુષ્મા શેટ્ટી 20-30 હજારમાં ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને અલગ અલગ ચાર્જ ગણાવીને પણ છેતરપિંડી કરતા હતા.વધુમાં જણાવ્યું હતું કે, આરોપી રામઆશિષ સિયારામ પાસવાન દ્વારા અલગ અલગ બેંકોના કુલ-11 બેંક એકાઉન્ટો ગુનામાં ઉપયોગ કર્યા હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં 1,67,04,000 ના ટ્રાન્જેકશન થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રામઆશિષ સિયારામ પાસવાને વર્ષ-2009થી આ પ્રકારના ગુના આચરતો આવ્યો હોવાની કબૂલાત કરી છે.પોલીસે રામ આશિષ પાસવાન અને સુષ્મા શેટ્ટી નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story