સુરત : લગ્ન પ્રસંગે હવામાં 3 રાઉન્ડ ફાયરીંગ કરતાં 2 લોકોને ઇજા, બંદૂકધારીની પોલીસે કરી જાહેરમાં સરભરા...

ડીંડોલી વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટી આવેલી છે, જ્યાં લગ્ન પ્રસંગ હતો, ત્યારે ડાંસ કરતી વખતે ઉમેશ તિવારી નામના ઇસમ દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું

New Update
  • ડીંડોલી વિસ્તારની સાંઈ શક્તિ સોસાયટીની ઘટના

  • લગ્ન પ્રસંગ દરમ્યાન ફાયરીંગની ઘટના સામે આવી

  • હવામાં 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનાCCTV ફૂટેજ

  • ઈજાગ્રસ્ત 2 લોકોનેસારવાર અર્થે ખસેડવામાં આવ્યા

  • ફાયરીંગ કરનાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ

સુરત શહેરના ડીંડોલી વિસ્તારની સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગ દરમ્યાન ફાયરીંગની ઘટના સામે આવી હતી. એક ઈમમે હવામાં 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનાCCTV ફૂટેજ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધી હતી. જેમાં ફાયરીંગ કરનાર આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટી આવેલી છેજ્યાં લગ્ન પ્રસંગ હતોત્યારે ડાંસ કરતી વખતે ઉમેશ તિવારી નામના ઇસમ દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે ઘટનાનાCCTV ફૂટેજ સામે આવ્યા હતા. ફાયરીંગની ઘટના સામે આવતા ડીંડોલી પોલોસ સ્થળ પર પહોંચી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

જોકેપિસ્તોલ સરખી કરવા જતા ફાયરીંગ થયું હોવાનું ફરિયાદમાં લખાવ્યું હતું. પરંતુCCTVમાં હવામાં 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે તાત્કાલિક ફાયરીંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલેDCPએ જણાવ્યું હતું કેફાયરીંગની ઘટનામાં સંતોષ દુબે અને બીરેન્દ્ર વિશ્વકર્માને ગોળી વાગી જતા ઈજાગ્રસ્ત થયા હતાજ્યારે ફાયરીંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું હતું કેતેની પાસે લાયસન્સવાળી પિસ્તોલ છે.

 હાલ પોલીસે આરોપી પાસે રહેલી લાઇસન્સ વાળી પિસ્તોલનું લાઇસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરી છેઅને સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીંજેથી આ વિસ્તારમાં પોલીસે આરોપીનું સરઘસ પણ કાઢ્યું હતું. જેથી આગામી સમયમાં કોઈપણ વ્યક્તિ આ પ્રકારની ભૂલ ન કરે અને અન્યના જીવ જોખમમાં ન મુકેત્યારે હાલ તો પોલીસે આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : સચિન વિસ્તારની ટેક્સટાઇલ કંપનીમાં લિફ્ટ તૂટી પડતાં શ્રમિક મહિલાનું મોત, આર્થિક સહાય મળે તેવી મૃતકના પરિવારની માંગ

ટેક્સટાઇલ કંપનીમાં લિફ્ટ તૂટી પડતાં સફાઈ કામદાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે આવતી વેળા ટ્રોલી તૂટી પડી હતી.

New Update
  • સચિન વિસ્તારમાં આયુષી ટેક્સટાઇલ કંપનીમાં દુર્ઘટના

  • બીજા માળેથી ગુડ્સ લિફ્ટ નીચે આવતી વેળા દુર્ઘટના

  • લિફ્ટ તૂટી પડતાં એક શ્રમિક મહિલા નીચે પટકાતા ઈજા

  • સફાઈ કામદાર મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું

  • પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ કંપનીની લિફ્ટ તૂટી પડતાં ઇજાગ્રસ્ત સફાઈ કામદાર મહિલાનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારસુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ આયુષી ટેક્સટાઇલ કંપનીમાં દુર્ઘટના સર્જાય હતીજ્યાં લિફ્ટ તૂટી પડતાં સફાઈ કામદાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે આવતી વેળા ટ્રોલી તૂટી પડી હતી. જેના કારણે શ્રમિક મહિલા નીચે પટકાતા ગંભીર ઈજા થતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં 40 વર્ષીય કલાદેવી શંકર માહતોનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો બીજી તરફઆયુષી ટેક્સટાઇલ કંપની તરફથી મૃતકના પરિવારને આર્થિક સહાય મળે તેવી માંગ ઉઠી છેત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.